ભાવનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિ બેઠકમાં બધા ઠરાવો સર્વાનુમતે પાસ કરાયા

848

ભાવનગર જિલ્લા પંચાયતની ૧૭મી કારોબારી બેઠક ચેરમેન ભરતભાઈ હડીયાના અધ્યક્ષ પદે મળેલ આ બેઠકમાં ધારાસભ્ય આર.સી. મકવાણા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બી.કે.ગોહિલ, પેથાભાઈ આહિર, જિ. વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ વિગેરે વિભાગીય અધિકારીગણ હાજર રહ્યા હતા. બેઠકમાં એજન્ડા પરના ૧૪ જેટલા ઠરાવોને ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે પાસ કર્યા હતા. બેઠકમાં પથિકાશ્રમ પાસે ગંદકીની એક સભ્ય દ્વારા ફરીયાદ થઈ, ડીડીઓએ ગાદલા રીપેર કર્યાની વાત જણાવી, તેમણે પથિકાશ્રમનો વિકાસ કરવા કલેકટર પાસેથી પાંચ કરોડ જેવી રકમની માંગણી કર્યાની વિગત જણાવી. ચેરમેન હડીયાએ પથિકાશ્રમમાં સારી આવક થયાનીબાબત જણાવી, ઉપપ્રમુખ બી.કે.ગોહિલે પથિકાશ્રમ પાછળ પાંચ કરોડ શા માટે વાપરવા, પથિકાશ્રમનું આખુ મકાન કોઈ બહારની જગ્યાએ બનાવો.

ધારાસભ્ય આર.સી. મકવાણાએ પણ પથિકાશ્રમે જવા માટે વાહનો જવાનોકોઈ રસ્તોનથી, વાહનો પાર્કિગ થતા નથી, એટલું જ બસ નથી પરંતુ બી.કે.ગોહિલે પથિકાશ્રમનું આખુ મકાન વેંચીને અન્યત્ર બનાવવાની માંગ ઉઠાવી. ચેરમેને પથિકાશ્રમની આવકમાં વધારો થયાની બાબતનો ઉલ્લેખ કર્યો. જિલ્લા પંચાયતના માધ્યમથી જે તે ગામોના ગ્રામ પંચાયતો દ્વારા વિકાસના કાર્યો થાય તેમાં પદાધિકારીઓ અને સભ્યોને વિશ્વાસમાં રાખીને કામો કરો સભ્યો સાથે તંત્રનું સંકલન હોવું જોવે, વિકાસના કામો થાય છે તેની અમનેજ ખબર નથી, આવી રજુઆત ચેરમેન હડીયાએ સાફ-સાફ શબ્દોમાં જણાવી, તંત્રનું ધ્યાન દોર્યુ, જયારે એક સભ્યએ સ્વચ્છતા મુદ્દે પણ ગંભીર ચર્ચા કરી, ગ્રાન્ટોની રકમો વેડફાય રહ્યાની વાત કરાય. ઘોઘા તાલુકાનાં ઘણા ગામોના ચેકડેમો તુટી ગયાની વિગત એક સભ્યો દ્વારા રજુ કરી, પથિકાશ્રમમાં સ્ટાફ ઓછો હોવાની રજુઆત થઈ, વાહનોના કેટલા ડ્રાઈવરો વાહનો પાછળ જે ખર્ચાથાય છે તેની સ્ટેન્ડીંગ કમિટીને જાણ કરવાની માંગણ ઉઠી. ધારાસભ્ય મકવાણાએ ઘણી મૂશ્કેલીઓ હોવાનો નિર્દેશ કર્યો, રોયલટી, ત્રણ તાલુકાનાં પ્રશ્નો બાંકડા વિગેરે મુદ્દે વાત કરવામાં આવી. એલ.એલ.ડી.ના કામોની રજુઆત થઈ, તંત્ર દ્વારા ૧૦ તાલુકાઓમાં ગ્રામ સભાઓ મળી તેની વિગત અપાય.

જિલ્લા પંચાયતની મઈળેલી કારોબારી બેઠકમાં બેઠકના એજન્ડા પરના બધા ઠરાવો સર્વાનુમતે પાસ થયા પરંતુ પ્રજાકિય પ્રશ્નો સંબંધે સભ્યો ઠીક-ઠીક રજુઆતો કરાય અને બેઠકના અંતે ચેરમેન ભરતભાઈ હડીયાએ તંત્રને એવી સુચના આપી કે, તમામ વિકાસ કામોની ઝડપભેર અમલવારી કરી વિકાસનાં કામોને અગ્રતા આપી પુરા કરો.

Previous articleશહેરમાં ઠેર ઠેર બાપાની મઢુલીઓ બનાવી પ્રસાદ વિતરણ કરાયું
Next articleકિશોરભાઈ રેણુકાની બોટાદ બારોટ સમાજ સાથે બેઠક