રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં મોખડકા કેન્દ્રવર્તી શાળાની પ્રાર્થનાબેન અજીતસિંહ મોરીએ ૨૦૦માંથી ૧૭૭ માર્કસ મેળવી પાલીતાણા તાલુકામાં પ્રથમ નંબરે ઉતિર્ણ થઈને શાળા તથા સમાજનું ગૌરવ વધાર્યુ છે.ભાવનગર જિલ્લામાંથી ૪૫૪૬ બાળકોએ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપી હતી જેમાં ફક્ત ૪૩ બાળકો શિષ્યવૃત્તિ માટે પસંદ થયેલા જેમાં પાલીતાણા તાલુકામાંથી ૪ બાળકો પસંદ કરવાનાં હોય છે.
ધો.૬માં અબ્યાસ કરતા બાળકો આ પરિક્ષા આપી શકે છે. જેમાં મોખડકા કે.વ. શાળાનાં આચાર્ય અજીતસિંહ મોરીની દિકરી પ્રાર્થના અવ્વલ નંબર મેળવી ઉતિર્ણ થતા શાળા પરિવારે શુભેચ્છા પાઠવેલ.