સિહોરમાં જે તે સમયે ઠગાઈ બાબતનું પ્રકરણ બહુ ચર્ચામાં હતુ. ત્યારે સમયે જે તે વ્યક્તિઓ ઉપર પોલીસમાં ફરિયાદ પણ નોંધાય હતી. ફરિયાદના આધારે સિહોર પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરી હતી. ફરિયાદને લઈને સિહોર પોલીસે લોકેશનના આધારે તપાસ હાથ ધરતા બંને ઝડપાયા ઠગો જામનગર વિસ્તારમાં હોવાની પોલીસને બાતમી મળતા સિહોર પોલીસ જામનગર દોડી જઇ જેઓની પૂછપરછ કરતા હિતેશકુમાર ઉર્ફે કલ્પેશસિંહ પરમાર હીરાલાલ મકવાણા જાતે પ્રજાપતિ ઉ.૩૪ રહે ઝાલોદ તથા મહેશભાઈ સુનિયાભાઈ મુનિયા ઉ.૪૦ રહે. તા.ઝાલોદ વાળાને ઝડપીને પૂછપરછ હાથ ધરતા બંને આ પ્રકરણ માં કબૂલાત આપતા પોલીસ દ્વારા બંને ની અટક કરી જેમના ઓળખ પુરાવા જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ બાબતે બંને ની કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ આપેલ રિમાન્ડના આજે બીજા દિવસે પોલીસ પાસે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અને પોલીસે ૨.૫૦ લાખ જેવી રકમ ની રિકવર કરીને વધુ ધોરણસરની કાર્યવાહી શરૂ છે ત્યારે આવતીકાલે રિમાન્ડ નો સમય પૂર્ણ થયે કોર્ટ માં રજુ કરાશે હોવાનું જાણવા મળ્યું છે.