પાંચ મહિના પહેલા ચોરી કરેલા એકટીવા સાથે ૧ શખ્સ ઝડપાયો

1358

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં વણશોધાયેલ વાહન ચોરીનાં ગુન્હાઓ શોધી કાઢવા અંગે  પેટ્રોલીંગમાં હતાં.તે પ્લોટ ગેટ પોલીસ ચોકી પાસે આવતાં પો.હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, આતાભાઇ ચોક,જોગર્સ પાર્ક-૧ પાસે એક ઇસમ શંકાસ્પદ એકટીવા સ્કુટર સાથે ઉભેલ છે.જે સ્કુટર ચોરાઉ હોવાની શંકા છે.જેથી હકીકતવાળી જગ્યાએ આવતાં શંકાસ્પદ એકટીવા સ્કુટર સાથે દેવાંગ ઉર્ફે દેવો રાજેશભાઇ મકવાણા ઉ.વ.૧૯ રહે.જેઠાભાઇની ઘંટી પાસે, રાણીકા,ક.પરા,વાળો મળી આવેલ.તેની પાસે રહેલ સફેદ કલરનાં એકટીવા સ્કુટર રજી.નંબર વગરનાં અંગે તેની પાસે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે સ્કુટર તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં સ્કુટરની કિ.રૂ.૪૦,૦૦૦/- શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરી તેને ધોરણસર અટક કરવામાં આવેલ. ઇસમની ઉપરોકત સ્કુટર બાબતે પુછપરછ કરતાં આજથી આશરે પાંચેક માસ પહેલાં આ સ્કુટર તેણે સંસ્કાર મંડળ ચસ્કા મસ્કા ખાણીપીણીની લારી પાસે ખાંચામાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ. જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવા માટે તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યાં. આ સમગ્ર કામગીરીમાં એલસીબીનાં પરાક્રમસિંહ ગોહિલ, કલ્યાણસિંહ જાડેજા, દિલુભાઇ આહિર, ભયપાલસિંહ ચુડાસમા, રાજપાલ સિંહ સરવૈયા, ચિંતનભાઇ મકવાણા, જયદિપસિંહ ગોહિલ, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleસિહોરમાં ઠગાઈ પ્રકરણે ઝડપાયેલા ઠગો પાસેથી અઢી લાખની રીકવરી
Next articleસુપોષિત ભાવનગર, મમતા દિવસ તેમજ નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડેની થયેલી ઉજવણી