ચીટીંગના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી

1367

આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવતા હતા દરમ્યાન સ્ટાફના  જી.પી.જાની તથા હિતેષભાઇ મેર  અતુલભાઇ ચુડાસમાને મળેલ બાતમી આધારે ગંગાજળીયા પો.સ્ટે.નાં ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અમીતભાઇ ઉર્ફે લાલો નગીનભાઇ બારડ ઉ.વ.૩૧ રહેવાસી રૂમનં-૧૮૮, બ્લોકનં-૩૧, જુના ત્રણ માળીયા, આનંદનગર ભાવનગર વાળાને ગંગાજળીયા તળાવમાંથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના  એ.એસ.આઇ. જી.પી.જાની તથા પોલીસ હેડ કોન્સ. હિતેષભાઇ મેર તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ તથા યોગીનભાઇ ધાંધલ્યા જોડાયા હતા.

Previous articleસુપોષિત ભાવનગર, મમતા દિવસ તેમજ નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડેની થયેલી ઉજવણી
Next articleઘરફોડ ચોરીનાં ૨ આરોપી ૨૪ હજારની રોકડ સાથે ઝડપાયા