આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ચોરીનાં અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન ભાવનગર, ચિત્રા, જીઆઈડીસીમાં આવતાં પો.હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે,બોરતળાવ પો.સ્ટે.ના ચોરીનાં ગુન્હાનાં કામે પકડવાનાં બાકી આરોપી સાદિક શેખ તથા કાળુ ગોહેલ રહે.બંને મોતીતળાવ, કુંભારવાડા, ભાવનગર, ચિત્રા,જીઆઈડીસી મધુસીલીકા ફેકટરી પાસે આ ગુન્હાનાં મુદ્દામાલનો ભાગ પાડવા માટે ઉભા છે.જે હકિકતવાળી જગ્યાએ આવતાં સાદિકભાઇ રજાકભાઇ શેખ ઉ.વ.૩૪ રહે.શેરી નં.૨,મફતનગર, મોતીતળાવ, તથા કાળુભાઇ હિંમતભાઇ ગોહેલ ઉ.વ.૨૪ રહે.શેરી નં.૪, મફતનગર, મોતીતળાવ, હાજર મળી આવેલ.જે બંને પૈકી આરોપી કાળુભાઇ ગોહેલની અંગજડતીમાંથી રોકડ રૂ.૨૪,૦૦૦/- મળી આવેલ.આ બંને ઇસમોએ તેનાં મિત્રો સાથે મળી જે.જે.ટ્રેડર્સ નામનાં ડેલામાં ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જે ચોરીમાંથી આરોપી કાળુનાં ભાગે આવેલ રૂ.૩૫,૦૦૦/-માંથી રૂ.૯,૦૦૦/- વાપરી ગયેલ અને તેમાંથી વધેલ રૂ.૨૪,૦૦૦/- હોવાનું જણાવેલ.જેથી તેની પાસેથી રોકડ રૂ.૨૪,૦૦૦/- કબ્જે કરી તેઓ બંને આરોપીને આગળની વધુ તપાસ કરવા માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યાં.