સલમાનના ફેન્સ માટે એક સારી ખબર છે. સલમાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભારત’નું ટીઝર રિલીઝ થયું છે. જોકે આ ફિલ્મને રિલીઝ થવામાં હાલ બહુ વાર છે. પરંતુ સલમાને તેમના ફેન્સ માટે આ મૂવીનું ટીઝર લોન્ચ કર્યું છે. ટીઝરને જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ભારે ધૂમ મચાવશે.
ટીઝરની શરૂઆત સલમાનના વોઇસ ઓવરથી થાય છે. જેમાં તેઓ કહે છે કે,‘અક્સર લોગ મુઝસે પૂછતે હૈ કિ મેરા સરનેમ ક્યા હૈ, જાતિ ક્યા હૈ, ધર્મ ક્યા હૈ ઔર મેં ઉનસે મુસ્કરાકર કહેતા હૂં કિ ઇસ દેશ કે નામ પર બાબૂજીને મેરા નામ ભારત રખા. અબ ઇતને બડે નામ કે આગે જાતિ, ધર્મ યા સરનેમ લગાકર ના તો અપના ઔર ના હી ઇસ દેશ કા માન કમ કર સકતા હૂં.’
આ ડાયલોગ જેટલો દમદાર છે એટલી જ ધમાકેદાર સલમાન ખાનની એન્ટ્રી અને તેમનો લુક છે. જોકે આ ફિલ્મની કહાણી આઝાદીના સમયની છે તેથી મેકર્સે આ ફિલ્મના ટીઝરને ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા રિલીઝ કર્યું છે. તમને બતાવી દઈએ કે આ ટીઝરના લોન્ચ થયાના થોડા સમય બાદ જ ભારે વાયરલ થયું છે અને લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે.