લંડન ઓલિંપિક વિજેતા અને ભારતીય ખેલાડી સાઇના નેહવાલ વિજય રથને આગળ વધારતા શુક્રવારે રમાયેલી ઇંડોનેશિયા માસ્ટર્સની બેડમિંટન ટૂર્નમેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
જ્યારે પુરુષ ખેલાડી કિદાંબી શ્રીકાંતની સફર હાર સાથે પૂર્ણ થઇ છે. વર્લ્ડ નંબર ૭ ખેલાડી સાઇનાએ મહિલા સિંગલમાં ક્વૉર્ટર ફાઇનલ મેચમાં થાઇલેન્ડની પૉર્નપાવી ચોચુવોંગને હરાવી હતી. ૩૩ મિનિટ સુધી ચાલેલી આ મેચમાં સાઇનાએ પૉર્નપાવીને ૨૧-૭, ૨૧-૧૮થી માત આપીને સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ વખતે થાઇલેન્ડની ખેલાડી સાથે સાઇનાનો મુકાબલો ચોથી વાર થયો છે. અગાઉ પણ ત્રણ વાર સાઇના પૉર્નપાવીને હારવી ચૂકી છે.