લોકરક્ષકની પરીક્ષામાં ગાંધીનગર ડેપોએ ૮.૫ લાખની આવક મેળવી

707

લોકરક્ષકની પરીક્ષા તાજેતરમાં યોજાઇ હતી. જેમાં ઉમેદવારો માટે તંત્ર દ્વારા ખાસ બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર ડેપો દ્વારા ઉમેદવારો માટે પરીક્ષાના દિવસે વધારાની બસો દોડાવવામાં આવી હતી.જેના પગલે ડેપોની આવકમાં વધારો નોંધાયો હતો અને ૮.૫ લાખ રૂપિયા આ સંચાલન થકી પ્રાપ્ત કર્યા છે.

તાજેતરમાં યોજાયેલી લોકરક્ષકની પરીક્ષાના કેન્દ્રો સુધી અવર જવરમાં ઉમેદવારોને સરળતા મળી શકે તે માટે તંત્ર દ્વારા ખાસ વધારાની બસોની સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ગુજરાતના તમામ ડેપો દ્વારા ઉમેદવારો માટે બસો તે દિવસે દોડાવવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર એસટી ડેપો દ્વારા પણ શહેરના જે ઉમેદવારો બહારના કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા ગયા હતા તેમજ અન્ય જિલ્લાના જે ઉમેદવારો ગાંધીનગરમાં પરીક્ષા આપવા આવ્યા હતા.

તેઓને પરત મુકવા માટે વધારાની બસોનું સંચાલન કરાયું હતું. ગાંધીનગર ડેપો દ્વારા ૮૦ જેટલી બસો તે દિવસે પરીક્ષા કેન્દ્ર સુધી ઉમેદવારોને મુકવા માટે ફાળવવામાં આવી હતી. આમ ૮૦ બસો દ્વારા ૧૬૦ જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ સંચાલન અંતર્ગત ડેપોને વધારાની ૮.૫ લાખની આવક પ્રાપ્ત થઇ છે. ઉમેદવારો માટે ડેપો દ્વારા ૮૦ બસો દોડાવીને ૧૬૦ ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું.

Previous articleઇન્ડોનેશિયા માસ્ટર્સઃ સેમીફાઇનલમાં સાઇના ઇન, કિદાંબી શ્રીકાંત આઉટ
Next articleકલોલમાં ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ