સિહોર બેંક ઓફ બરોડામાં મહિલાના પર્સની તફડંચી

1290
GUJ13122017-2.jpg

આજરોજ બપોરે ૧ર વાગ્યા આસપાસ સિહોરના રામધરી ગામની વિપ્ર મહિલા ભુમીબેન હિરેનભાઈ પંડયા બેંક ઓફ બરોડામાં નાણાંકિય લેવડદેવડ અર્થે આવેલ ત્યારે કોઈ હરામખોર આ મહિલાના હાથમાં રહેલ પર્સ ખેંચી સામે આવેલ મરઘાકેન્દ્રની વંડી ઠેકી ભાગી ગયેલ ત્યારે આ મહિલા હેબતાઈ જવાથી રાડારાડ કરતા રહી ગયેલ ત્યારે પર્સની ચોરી કરનાર પલાયન થયેલ. આ અંગે મેનેજરને જાણ કરતા મેનેજર દ્વારા જણાવેલ કે અહીં કોઈ કાર્યવાહી ન કરાય તમો પોલીસ સ્ટેશન પહોંચો તેવો જવાબ આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચેલ. જોઈએ પોલીસ કઈ પ્રકારની ફરિયાદ લે છે. ભુમિબેનના પર્સમાં ૩ એટીએમ કાર્ડ પ૦૦૦ રોકડા તથા ૧ મોબાઈલ હતો તેવું જણાવેલ છે.

Previous articleકામાતળાવ ગામે મહાશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ૧૪ર યુગલોના સમુહ લગ્નોત્સવ સંપન્ન
Next articleઘોઘા ખાતે પાશ્વનાથ ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો