આજનાં રોજ તાત્કાલિક અસરથી ભાજપમાંથી છબીલ પટેલને સસ્પેન્ડ કર્યા છે. પરંતુ હાલમાં છબીલ પટેલ વિદેશમાં હોવાની માહિતી મળી રહી છે. મહત્વનું છે કે ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી ભુજથી અમદાવાદ આવી રહ્યાં હતાં. તે દરમ્યાન સયાજીનગરી એક્સપ્રેસમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
જે મામલે જયંતિ ભાનુશાળીનાં ભત્રીજા સુનીલ ભાનુશાળીએ ફરિયાદ નોંધાવી હતી અને જયંતિ ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલ શામેલ હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરાયો છે. જેને લઈને છબીલ પટેલને ભાજપનાં પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરાયાં છે. ઉલ્લેખનીય છે કે આજે જયંતી ભાનુશાળી હત્યા કેસમાં આરોપી નીતિન પટેલ અને રાહુલ પટેલની ઝ્રૈંડ્ઢ ક્રાઈમે આ બન્ને આરોપીઓની મોડી રાત સુધી પૂછપરછ કરી છે.
આ દરમ્યાન બન્ને આરોપીની પૂછપરછમાં હત્યામાં છબીલ પટેલ અને મનિષા ગોસ્વામીનો હાથ હોવાનું સામે આવ્યું છે.
બન્ને આરોપીએ હત્યા પહેલા રેકી પણ કરી હતી. તેમજ છબીલ પટેલે પોતાનાં ફાર્મ હાઉસ પર શાર્પ શૂટરોને બોલાવ્યાં હતાં. જ્યાં હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું અને બાદમાં શાર્પ શૂટરોને સોપારી આપીને જયંતી ભાનુશાળીની ટ્રેનમાં હત્યા કરાવી દીધી હતી. ત્યારે પોલીસે ઝ્રડ્ઢ કાંડ, જમીન વિવાદ, રાજકીય કિન્નાખોરી મામલે પણ તપાસ હાથ ધરી છે.