PGVCL દ્વારા વર્ષ ૨૦૧૮માં લેવાયેલી વીજ સહાયકની ભરતીની પરીક્ષા અને ભરતીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનાં આક્ષેપ સાથે PGVCLન્નાં એપ્રેન્ટીસો દ્વારા જેતપુર મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું અને આ પરીક્ષા રદ કરવા સાથે ભરતી રદ કરવાની માંગણી કરી હતી.
PGVCL દ્વારા વર્ષ ૨૦૧૮માં વીજ સહાયકની પરીક્ષા લેવામાં આવી હતી, ત્યારે પરીક્ષામાં કોઈપણ જાતની ગોપનીયતા વગર ખુલ્લા પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા અનેર્ OMR અને જવાબવહીઓ ઉપર કોઈપણ જાતનાં ખાકી સ્ટીકર ચીપકવેલા નહોતા. આ સમગ્ર પરીક્ષામાં ગોપનીયતા જળવાઇ નહોતી અને ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. જ્યારે પરીક્ષા બાદ જે મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું તેમાં ગેરરીતિ ઉડીને આંખે વળગી હતી. પ્રથમ લિસ્ટમાં જે ઉમેદવારને ૫૧% હતા તે જ ઉમેદવારને બીજા ફરીથી બહાર પડેલા લિસ્ટમાં ૬૧% થઈ ગયા હતા. આવા જ બીજા પણ ઉમેદવાર લિસ્ટમાં દેખાયા હતા કે જેમને ૫૧% મેરીટમાંથી ૬૮%માં બદલાય ગયા હોય. પરીક્ષા આપેલા ઉમેદવારોનાં મતે આ કરી રીતે શક્ય છે. આ તમામ બાબતને લઈને આ એપ્રેન્ટીસ ઉમેદવારોએ પરીક્ષા સહિત ભરતી પ્રક્રિયાને રદ્દ કરવાની માંગણી કરી છે અને વીજ સહાયકની ભરતી ફરીથી જૂની પ્રક્રિયા મુજબ અને સીનયોરિટી પ્રમાણે કરે તેવી માંગણી કરી છે.