અંબાજી મંદિર સંપૂર્ણ સોનાનું બનશે હવે મુખ્ય મંડપ પણ સોનાથી મઢાશે

815

અંબાજી બસ સ્ટેન્ડ સહિત વિવિધ સાત જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતાં કહ્યું હતું કે, અંબાજી મંદિરનું શિખર સુવર્ણમય બન્યું છે હવે મંદિરના મુખ્ય મંડપને સોનાથી મઢાશે.

અંબાજીના વિકાસ પર ભાર મુકતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, મા અંબાના દર્શને અહીં લાખો શ્રધ્ધાળુઓ અહીં આવતા હોય છે ત્યારે એમની સુવિધા માટે અહીં રોડ રસ્તા સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવી માટે ધ્યાન અપાયું છે પરંતુ વધુ વિકાસ માટે અંબાજીને અલગથી ઓથોરીટી બનાવવાની જાહેરાત કરવામાં આવે છે. અહીં નોંધનિય છે કે, અત્યાર સુધી અંબાજી મંદિરના શિખરને સોનાથી મઢાયું છે ત્યારે હવે એક દાતા દ્વારા વધુ ૨ કિલો સોનાનું દાન કરાયું છે, સરકાર દ્વારા મંદિરના મુખ્ય મંડપને પણ સોનાથી મઢવામાં આવશે.

Previous articleભેંસ આગળ ભણતરઃ આ ગામના વિદ્યાર્થીઓ ભણે છે તબેલામાં
Next articleલોકસભાની ચૂંટણીમાં NDAને પાતળી બહુમતી મળશે તો નીતિન ગડકરી PM બનશે