લોકસભાની ચૂંટણી આડે હવે માંડ મહિનાનો સમય બચ્યો છે ત્યારે ચૂંટણી પહેલા થઈ રહેલા સર્વેક્ષણમાં એવી વિગત બહાર આવી છે કે લોકસભાની ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નહિ મળે એટલે કે ત્રિશંકુ સરકાર રચાશે.
મહત્વની વાત એ છે કે જો ભાજપને ૨૦૧૪ની માફક સરકાર રચવા માટે જરૂરી બહુમતી નહીં મળે તો અને ભાજપ વડપણ હેઠળના દ્ગડ્ઢછને પાતળી બહુમતી મળે તેવા કિસ્સામાં વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીને બેસાડવામાં નહીં આવે.
પરંતુ તેમને બદલે હાલના કેબિનેટ મંત્રી અને સંઘના ખૂબ જ વિશ્વાસુ ગણાતા નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવાશે ગુજરાત આરએસએસના સુત્રો જણાવે છે કે સંઘના નાગપુર ખાતેના હેડ ક્વાટરથી જ વડાપ્રધાનનું નામ નક્કી થતું હોય છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ સંઘના ટોચના નેતાઓને પણ સાઇડલાઇન કરવાનું શરૂ કર્યું હતું જેને કારણે સંઘના વડા મોહન ભાગવત સહિતના અનેક નેતાઓ મોદીથી નારાજ ચાલી રહ્યા છે.
વર્ષોની પરંપરા રહી છે કે કેન્દ્રના કોઈપણ નેતા હોય નાગપુરની મુલાકાત લે એટલે સંઘના હેડક્વાર્ટર ખાતે નેતાઓને મળવા જતા હોય છે. પરંતુ મોદી જ્યારે પણ નાગપુર ગયા ત્યારે તેઓએ મેસેજ મોકલ્યો કે સંઘના નેતાઓ તેમને મળવા આવે ઉપરાંત સંઘ દ્વારા જે કોઈ સૂચનાઓ અપાતી હતી તેનું પણ પાલન વડાપ્રધાન દ્વારા કરાયું નથી.
આ બધી સ્થિતિમાં હવે આરએસએસ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદીને બીજી વખત વડાપ્રધાન પદે બેસાડાશે નહીં. બીજી બાજુ નીતિન ગડકરી વર્ષોથી સંઘના વિશ્વાસપાત્ર રહ્યા છે. તાજેતરમાં જ નીતિન ગડકરીએ જવાલાલ નેહરૂ તથા કોંગ્રેસના વખાણ કર્યા હતા. એટલું જ નહીં ત્રણ રાજ્યોમાં ભાજપની હાર થયા બાદ જણાવ્યું હતું કે ચૂંટણી જીતવાના સમયે મોટા નેતાઓ ક્રેડીટ લેતા હોય છે પરંતુ ચૂંટણી હારી જાય ત્યારે કશું બોલતા નથી. ખરેખર તો હારની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ
રાજકીય સૂત્રો જણાવે છે કે નીતિન ગડકરીએ આવા નિવેદનો કરીને આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટાર્ગેટ બનાવ્યા છે. સંઘની સુચના મુજબ તેઓ આગળ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટે અને દ્ગડ્ઢછને પાતળી બહુમતી મળે તો વડાપ્રધાન પદેથી નરેન્દ્ર મોદીનં પત્તુ કપાઈ જશે એ બાબત હવે નિશ્ચિત બની છે.
બીજી બાજુ ભાજપમાં હાલમાં નીતિન ગડકરી એક એવા નેતા છે કે જેઓને સંઘ સાથે તેમજ કોર્પોરેટમાં સારા સંબંધો છે. રાજનાથ સિંહ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ વગેરે જેવા નેતાઓ વિવિધ કારણોસર વડાપ્રધાન પદની રેસમાં આવતા નથી જેથી નીતિન ગડકરીને જ મોદીની જગ્યાએ વડાપ્રધાન બનાવાશે.