સાવરકુંડલા માનવ મંદિર ખાતે મનોદિવ્યાંગમાંથી સાજી થયેલ મુસ્લિમ દીકરીના માનવ મંદિર ખાતે થશે નિકાહ માનવતાના મસ્તક વિલ પીરે તરીકત દાદાબાપુની નિશ્રામાં સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિરમાં અત્યાર સુધીમાં ૫૮ જેટલી મનોદિવ્યાંગ દીકરીઓ સાજી થઈ કુદરત સહજ જીવનમાં પુનઃ સ્થાપિત થઈ પચાસથી વધુ મનોદિવ્યાંગ દીકરીઓ માનવ મંદિર ખાતે પૂજ્ય ભક્તિરામબાપુના સાનિધ્યમાં આશરો લઈ રહી છે અને માનવ મંદિરના મહંત ભક્તિરામ માનવ સેવા એજ માધવ સેવાને મૂર્તિમંત્ર બનાવી મનોદિવ્યાંગ મહિલાઓની વંદનીય સેવા કરી રહ્યા છે માનવ મંદિર પ્રકૃતિના ખોળે કુદરતનું અપાર સૌંદર્ય ધરાવતી નીરવ શાંતિનો અહેસાસ કરાવતી ઈશ્વરની સ્વંયમ હાજરીનો ભાસ કરાવતી સંસ્થા છે એટલે ત્યાં દિન પ્રતિદિન પર્યટકો પ્રવાસી સદગૃહસ્થીઓ પોતાના સારા નરહા તિથિ તહેવારો જન્મ લગ્ન દીનો ઉજવી મનોદિવ્યગો પર અવરીત વાત્સલ્ય વરસાવી રહ્યા છે અને માનવ મંદિર ખાતે મનોદિવ્યાંગ પર એક હિન્દી ફિલ્મ પણ ચિત્કાર નામથી તાજેતરમાં માનવ મંદિર ખાતે ફિલ્મવાય છે.
અત્યાર સુધીમાં અનેકો દીકરીઓ કુદરત સહજ જીવન તરફ સમાજમાં પુનઃ સ્થાપિત થઈ છે અને ત્રણેક દીકરી ઓ પૂજ્ય ભક્તિરામબાપુએ પરણાવી છે આગામી તા૨૮/૧/૨૦૧૯ ના રોજ સવારે ના દસ કલાકે મુમતાઝબાનુ કરીમભાઈ મીરના નિકાહ અનેકો જંગમી તીર્થંકર સમાં સંતો મહંતો સેવાભાવિની ઉપસ્થતીમાં યોજાશે પીરે તરીકત પૂજ્ય દાદાબાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. માનવ મંદિરની દીકરીના નિકાહ પ્રસંગે ડો વોરા લાઈફ કેર હોસ્પિટલ તરફથી કરિયાવર જાડેરી જાનને ભોજન કરાવશે વિમલભાઈ હરિયાણી આ માનવતાની મહેક પ્રસરાવતી શાદી ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે.