દામનગર અક્ષર વાડી ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા આયોજિત બ્રહ્મોત્સવ ઉજવાયો સ્વામી ગુણાતિતાનંદના દીક્ષા દીને તેમાંના જીવન કવનને તાદ્રશ્ય કરતું મનનીય વક્તવ્ય સંતીએ આપેલ.
પાથેય પર્વ એવમ શાકોત્સવ પ્રસંગે સોમપ્રકાશસ્વરૂપ સ્વામી નીલકંઠસ્વામી ભગવતકીર્તન સ્વામી સહિતના વરિષ્ઠ સંતો દ્વારા હજારો હરિ ભક્તોને સત્સંગ મારફતે શીખ વ્યસન મુક્તિ બનો ફેશન મુક્ત બનો ઘર સભા પારિવારિક પરસ્પર સામાજિક સંવાદિતાના હિમાયતી બનોનો સંદેશ આપતા સંતો બીએપીએસ સંસ્થાના હજારો હરિ ભક્તોની હાજરીમાં પાથેય પર્વ બ્રહ્મોત્સવ દામનગર સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારોના ભાવિકોની વિશાળ હાજરીમાં ઉજવ્યો.