અંધ ઉદ્યોગ શાળાની વિદ્યાર્થીની દિવ્યા  રાજયકક્ષાની વાનગી સ્પર્ધામાં દ્વિતિયક્રમે

788

સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા સુરેન્દ્રનગર ખાતે ગત તા.૨૦-૦૧-૨૦૧૯ ના રોજ ‘સ્વ. વિનોદાબેન કે. શાહ અખિલ ગુજરાત અંધ મહિલાઓની ૧૧ મી વાનગી સ્પર્ધામાં ભાવેણાની અગ્રણી સામાજિક સેવા સંસ્થા  કૃષ્ણકુમારસિંહજી ઉદ્યોગ શાળાની વિદ્યાર્થિની રાવરાણી દિવ્યા વિપુલભાઈએ પાર્શલી અંધ મહિલાના વિભાગની સ્પર્ધામાં પોતાની સુંદર રસોઈની વડે દ્વિતિય સ્થાન હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે. જે શાળા પરિવાર માટે ગૌરવરૂપ બાબત છે. અત્રે એ નોંધવું ઘટે કે દિવ્યા અંધ હોવા છતાં પણ સ્પર્ધા દરમ્યાન ખીર, બટેટાનું શાક, રોટલી અને પાપડ બનાવ્યા હતા. રાજ્યભર માંથી સ્પર્ધામાં કુલ ૧૧૯ વિદ્યાર્થિનીઓએ તેમજ શાળાની ૯  પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ ભાગ લીધો હતો. કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા સંચાલિત ‘નિષ્ઠા હોમ સાઇન્સ સેન્ટરમાં તજજ્ઞ શિક્ષિકાઓના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિની દિવ્યાએ રસોઈની ટ્રેનિંગ લીધી હતી. આ સેન્ટરના સંચાલિકા નીલાબેન એલ. સોનાણીએ આ પ્રસંગે  વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવ્યા હતા તેમજ આ સ્પર્ધામાં વિજેતા થવા બદલ દ્વિતિયક્રમે આવનાર પ્રજ્ઞાચક્ષુ દીકરીને રૂપિયા ત્રણ હજારનું રોકડ ઇનામ  આપવામાં આવેલ. આ પ્રસંગે વિદ્યાર્થિ અને તેની સમગ્ર ટીમને સંસ્થાના સંચાલકમંડળવતી લાભુભાઈ સોનાણીએ શુભેચ્છા પાઠવેલ છે.

Previous articleબાબરકોટમાં બેટી બચાવો રેલી
Next articleખેડુતોને આડેધડ ફટાકારાતા પુરવણી બીલ સહિત પ્રશ્ને પીજીવીસીએલને આવેદન અપાયું