અમરેલી ભારતીય કિસાન સંધના પ્રતિનિધિ મંડળ દ્વારા પીજીવીસીએલ ના અધિક્ષક ઈજનેર ભટ્ટ કાર્યપાલક ઈજનેર ઉપાધ્યાય, સુથાર, દીવાન સહિતના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વિવિધ માંગ સાથે મળ્યું ખેડૂતોના પ્રશ્ને ભારતીય કિસાન સંધે વિગતે રજુઆત કરી અમરેલી ૬૬કેવી તેમજ ૨૨૦ કેવી ૪૦૦કેવી લાઈનો ત્વરિત ઉભી કરવી ઘણા સમયથી વીજ લાઈનો મેન્ટેન થતી નથી લાંબા ફીડરોમાં ગેંગ સ્વિસ મુકવી બાગાયત આંબા ચીકુ જાંબુ જેવા વૃક્ષો પરથી કેબલ સિસ્ટમ કરવી ખેડૂતોને આડેધડ ફટકારતા પુરવણી બિલ બંધ કરો સહિતની માંગ સાથે ભારતીય કિસાન સંધના અગ્રણી જિલ્લા અધ્યક્ષ વસંતભાઈ ભંડેરી સંયોજક લાલજીભાઈ વેકરિય બાબુભાઈ ગઢિયા જેસીગભાઈ ગરેયા જેસાભાઈ જાપડીયા લાઠી તાલુકા પ્રમુખ એલ બી ધોળીયા પ્રેમજીભાઈ મેદપરા લીલીયા પ્રમુખ પ્રફુલભાઈ ગજેરા ધારી નાનુભાઈ સાવલિયા સહિતના અગ્રણીઓ દ્વારા વર્તુળ કચેરી અમરેલી ખાતે રજુઆત કરી હતી.