આજે તા. ૨૫ જાન્યુ. ના રોજ જિલ્લા ચૂંટણી તંત્ર, ભાવનગર દ્વારા મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગર ના કોર્ટ હોલ ખાતે ૯ મા રાષ્ટ્રીય મતદાતા દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર હર્ષદ પટેલ એ જણાવ્યુ હતું કે રાષ્ટ્રીય મતદાતા દિવસ દરેક મતદારોને તેમના મતદાર તરીકેના અધિકારો તથા જવાબદારીઓનું સ્મરણ કરાવે છે આ રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી ૨૫ જાન્યુ. ૨૦૧૧ થી સમગ્ર દેશમાં કરવામાં આવે છે આજે આપણે ૯ મા રાષ્ટ્રીય મતદાતા દિન ની ઉજવણી કરી રહ્યા છીએ ચાલુ વર્ષે નો વોટર્સ ટુ બી લેફ્ટ બીહાઈન્ડ થીમ હોવાથી સમગ્ર જિલ્લાના તે લોકો કે જેમની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોય અને જેઓના નામ મતદારયાદીમાં ન હોય તેમણે નજીકના મતદાન મથકના બી. એલ. ઓ. નો સંપર્ક કરી મતદારયાદીમાં નામ નોંધાવી લોક્શાહીને મજબુત બનાવવી જરૂરી છે તેમણે ઓનલાઈન મતદાર નોંધણી સહિતની બાબતે વિગતે જાણકારી આપી હતી.
એમ. કે. બી. યુનિ. ના વાઈસ ચાન્સેલર ગીરીશભાઈ પટેલ એ જણાવ્યુ હતું કે ૯ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અર્થે મળ્યા છીએ ત્યારે એટલું તો જરૂર કહીશ કે લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોવાથી તેમણે સ્વયંભુ જાગ્રુત રહીને અવશ્ય મતદાન કરવુ જોઈએ. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર, શ્રેષ્ઠ બી. એલ. ઓ, શ્રેષ્ઠ સેક્ટર ઓફીસર, શ્રેષ્ઠ નાયબ મામલતદારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા જેમાં નાયબ મામલતદાર, આર. પી. કાકલોતર, વી. આર. ધાંધલ્યા, ટી. ડી. મોરી તથા ઈ આર ઓ અને નાયબ કલેકટર જી. વી. મીંયાણી ને પણ પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવેલ. શહેરના વરિષ્ઠ મતદાર તેમજ વિકલાંગ મતદારનું શાલ ઓઢાડી મહાનુભાવોએ સન્માન કર્યુ હતુ યુવા મતદાર મહોત્સવ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી. સવારે ૮/૪૦ કલાકે નિલમબાગ સર્કલથી એમ. કે. બી. યુનિ.ના કોર્ટ હોલ સુધી શાળા, મહાશાળાના વિધાર્થીઓએ મતદાર જાગ્રુતિ અર્થે રેલી યોજી હતી આ રેલીને નિલમબાગ સર્કલ ખાતેથી પ્રાંત અધિકારી જી. વી. મીંયાણી, નાયબ મ્યુ. કમિશનર એન. ડી. ગોવાણીએ લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ.