સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ભાવનગરના રસાલા કેમ્પ સ્થિત સંત કંવરરામ પ્રા. શાળા નં. ૨૮ના નવનિર્મિત ૦૮ રૂમની સુવિધાવાળા રૂપિયા ૫૧ લાખના ખર્ચે ૦૮ માસ ના સમયગાળામાં ૬૨૦૦ સ્કવેર ફૂટ બાંધકામમાં નિર્માણ પામેલ બિલ્ડિંગનું શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ. આ પ્રસંગે માન. મંત્રીએ જણાવ્યુ હતું કે રાજ્યના ૦૮ મહાનગરોમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાંથી આ પ્રાથમિક શાળા સંપુર્ણપણે એ. સી. સુવિધાવાળી જુન ૨૦૧૯ સુધીમાં બનશે ત્યારે આ શાળાનાતમામ ૦૮ ઓરડાઓના એ. સી. સોલાર સીસ્ટમ પર ચાલે તેવી સુવિધા ઉભી કરવા ઉપસ્થિત દાતાઓને તેમણે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. ડી. કણસાગરા,જિલ્લા પ્રોજેક્ટ ઈજનેર કે. બી. દેશાણી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ,નાયબ મ્યુ. કમિશનર એન. ડી. ગોવાણી, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશ રાવલ, શિક્ષણસમિતિના સભ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતાં.