હું રિલેશનશિપમાં રહેવા માગુ છુઃ કાર્તિક આર્યન

842

વર્ષ ૨૦૧૧માં ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ સાથે પોતાની ફિલ્મી કરિયર શરૂ કરનાર કાર્તિક આર્યન આજકાલ ચર્ચાનો વિષય બની ગયો છે. તેનું વધુ એક કારણ સારા અલી ખાન પણ છે જેણે કૉફી વિથ કરણમાં કાર્તિકને ડેટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેવામાં કાર્તિક આર્યન આગામી ફિલમ ‘લુકા છિપી’માં જોવા મળશે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું, જે દર્શકોને પસંદ પડ્યું હતું. જોકે, કાર્તિક આર્યન તેના એક ઇન્ટરવ્યૂને લઇને ચર્ચામાં છે. જેમાં તેણે કહ્યું હતું કે, તે રિલેશનશિપમાં રહેવા માગે છે.

કાર્તિક આર્યને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે રિલેશનશિપમાં રહેવા માગે છે. તે તેની આગામી ફિલ્મ ‘લુકા-છિપી’ અંગે વાત કરી રહ્યો તો, જે લિવ ઇન જેવા વિષય પર આધારિત છે. સાથે જ તાજેતરમાં જ સામે આવ્યું હતું કે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનને કાર્તિક પર ક્રશ છે. ઉપરાંત એ વાત પણ સામે આવી હતી કે, આજકાલ કાર્તિક અનન્યા પાંડેને ડેટ કરી રહ્યો છે.

Previous articleસલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનની સુભાષ ઘાઈના જન્મદિવસની પાર્ટીમાં હાજરી
Next articleરન મામલે બ્રાયન લારાના રેકોર્ડને તોડ્યો એમએસ ધોનીએ