ભાવનગર નજીકના ઘોઘા ગામે જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા છ ગેમ્બલરોને ઘોઘા પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી આધારે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘોઘા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એસ.એમ.રાણા તથા સ્ટાફના હિંમતભાઇ મારૂ, દશરથસિંહ, ગીરીરાજસિંહ, હિતેન્દ્રસિંહ, ભગીરથસિંહ તેમજ સ્ટાફના માણસોએ ઘોઘા તાબેના આઇટીઆઇ પાસે કુંપલા તળાવની પાળે રાજુભાઇની વાડી પાસે જુગાર અંગે રેઇડ કરતા હાજીભાઇ ઉર્ફે રાજુભાઇ હસનભાઇ શેખ ઉ.વ.-૪૨ રહે- મુનારવાડા, ઘોઘા, બાબુભાઇ નગીનભાઇ બારૈયા ઉ.વ.-૪૪ રહે- કુંભારવાડા, ઘોઘા, રફીકભાઇ કાદરભાઇ શેખ ઉ.વ.-૩૮ રહે- હુસૈની ચોક, ઘોઘા, લાખાભાઇ હકાભાઇ બાંભણીયા ઉ.વ.-૨૩ રહે- કુંભારવાડા, ઘોઘા, ઇમ્તીયાઝ ઉર્ફે જંગો આલીભાઇ શેખ ઉ.વ.-૩૩ રહે- માનારવાડા, ઘોઘા, આસીફઇકબાલ મહમદહારૂન શેખ ઉ.વ.-૩૭ રહે- મોરકવાડા, ઘોઘા, જી-ભાવનગર વાળાઓને જાહેરમાં તીનપત્તીૂનો ગંજીપત્તાગના પાના પૈસા વડે પૈસાની હારજીત નો જુગાર રમતા રોકડ રૂ.૧૫,૬૦૦/- તથા ગંજીપતાના પાના તથા મોબાઇલ નંગ-૦૬ કિ.રૂ.૪૫૦૦/- તથા મો.સા. ૦૧ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ રૂ.૩૫,૧૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે જયારે ભાગી ગયેલા બે ઇસમો રજનીભાઇ હરીજન, મુળજીભાઇ મોહનભાઇ બાંભણીયા રહે-બન્ને ઘોઘા વાળાની શોધખોળ શરૂ છે, જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ઘોરણસર અટકાયત કરવામાં આવેલ તેઓ વિરૂધ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ-૧૨ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આગળની તપાસ પો.સબ.ઇન્સ. એસ.એમ.રાણા ચલાવી રહયા છે.