આઈસીસી દ્વારા પાકિસ્તાની ટીમના કેપ્ટન અને વિકેટકીપર સરફરાઝ અહેમદ પર ચાર મેચોનો પ્રતિબંધ મુકાયો છે.સરફરાઝે સાઉથ આફ્રિકા સામેની બીજી વન ડે મેચ દરમિયાન સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર પર રંગભેદી ટિપ્પણી કરી હતી.
આઈસીસીના એન્ટી રેસિઝમ કોડનો ભંગ કરવા બદલ પાક કેપ્ટન પર પ્રતિબંધ ફટકારાયો છે.જોકે એ પહેલા સરફરાઝે પોતાની ટિપ્પણી બદલ માફી માંગી હતી.
વિકેટકીપર અને કેપ્ટન સરફરાઝે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડિલ ફેહલુકવાયો માટે કાળીયા શબ્દ વાપર્યો હતો અને તેની માતા માટે પણ બહુ બીભત્સ કોમેન્ટ કરી હતી.
મેચમાં સાઉથ આફ્રિકાની ઈનિંગની ૩૭મી ઓવરમાં જ્યારે ફેહલુકવાયો સિંગલ રન લેવા માટે દોડી રહ્યો હતો ત્યારે સરફરાઝે તેને કાળીયા કહીને સંબોધ્યો હતો અને આ શબ્દો સ્ટમ્પના માઈક્રોફોનમાં પકડાઈ ગયા હતા..સરફરાઝ એવુ કહેતા સંભળાયો હતો કે ઓ કાળીયા આજે તારી અમ્મી ક્યાં બેઠી છે.