૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગાંધીનગર શહેરમાં આ પર્વ અંતર્ગત શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
૫૫૧ ફુટ લાંબા અને ૧૦૦ કિલો વજન ધરાવતાં ત્રિરંગા સાથે વિદ્યાથીર્ઓએ શહેરના માર્ગો ઉપર પરિભ્રમણ કર્યું હતું. યાત્રામાં વેશભુષા દ્વારા દેશ ભક્તિનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. આજના યુવાનોમાં દેશપ્રેમ જાગે અને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થાય તે ઉપદેશથી યાત્રા યોજાઇ હતી.
આજના યુવાનોમાં દેશપ્રેમ જાગે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપી શકે તેવા ઉદેશથી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા પ્રજાસત્તાકપર્વ અંગર્ગત શૌર્યયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘ-૬ સર્કલથી યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. ૫૫૧ ફુટ લાંબા અને ૧૦૦ કીલો વજન ધરાવતાં ત્રિરંગા સાથે નીકળેલી યાત્રામાં એક હજાર વિદ્યાર્થીઓ જોડાયા હતા. અશ્વ સવાર સહિત ડી.જે.ના તાલ સાથે નીકળેલી યાત્રામાં સતત દેશ ભક્તિના ગીતો ગુંજતા રહ્યા હતાં.
વિવિધ શાળાના વિદ્યાર્થીઓ એ માનવસાંકળ રચી હતી અને રાષ્ટ્રભાવના સાથે લોકો જોડાય તે માટે પ્લેકાર્ડ, બેનર્સ સાથે લોકો જોડાયા હતાં. પાટનગરના માર્ગો ઉપર ઠેર ઠેર આ યાત્રાનું સામાજીક, સ્વૈચ્છિક તથા શૈક્ષણિક તથા ધાર્મિક સંસ્થાઓ સહિત રાજકીય પક્ષો અને વિવિધ જ્ઞાાતિના સમાજોએ સ્વાગત કર્યું હતું. બેન્ડની સંગીતમય સુરાવલીઓ પણ રાજમાર્ગો ઉપર ગુંજી હતી.
એન.સી.સી. અને એન. એસ. એસ. ના કેડર્સ પોષાકમાં સજ્જ થઇને જોડાયા હતા. ડીજેના તાલે વિદ્યાર્થીઓ અને નગરજનો તેમજ શિક્ષકો ઝુમ્યા હતા. સમગ્ર માર્ગ ઉપર દેશ ભક્તિના ગીતો સતત ગુંજતા રહ્યા હતાં. ઉપરાંત કે.એસ.વી.ના આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ પગપાળા જોડાયા હતાં.