પતંગની દોરી ગળામાં વાગી જતા આધેડને ગંભીર ઈજા

675
bvn13122017-8.jpg

શહેરના ફુલસર વિસ્તારમાં આધેડ પોતાનું મોટરસાયકલ લઈ નવાગામ ખાતે નોકરી પર જતા હતા તે વેળાએ નારી ચોકડી નજીક પતંગની દોરી ગળામાં વાગી જતા ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ફુલસર ખાતે રહેતા મોહનભાઈ ઉકાભાઈ મકવાણા ઉ.વ.૪પ જે પોતાનું મોટરસાયકલ લઈ નવાગામ જીઆઈડીસી ખાતે નોકરી પર જતા હતા ત્યારે નારી ચોકડી નજીક પહોંચતા અચાનક પતંગની દોરી ગળામાં ઉડે સુધી વાગી જતા લોહીલુહાણ હાલતે મોહનભાઈને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleઘોઘા ગામે જાહેરમાં જુગાર રમતા છ ગેમ્બલર ઝડપાયા
Next articleઈંધણ મોંઘુ બનતા ચા વેચનારાઓ જુના માર્ગે વળ્યા