ધોળકા બગોદરા રોડ પરથી કારમાંથી ૧૧૪ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

735

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે ધોળકા બગોદરા રોડ ઉપરથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્‌યો છે. ધોળકા નજીકથી કારમાં ગાંજાનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી આધારે દ્ગઝ્રમ્ની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન ટાવેરા કારના દરવાજા પાસે બનાવવામાં આવેલા ખાનગી જગ્યા ઉપર ગાંજાના અલગ-અલગ પેકેટ મળી આવ્યા હતા.

ગાંજાનો જથ્થો મળી આવતા એનસીબીએ ડ્રાઈવરની ધરપકડ કરી અલગ અલગ ૭૭ જેટલા ગાંજાના પેકેટો જપ્ત કર્યા હતા. મળતી માહિતી અનુસાર ગાંજાનો જથ્થો ઓડીસાથી લાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.દ્ગઝ્રમ્એ લાખો રૂપિયાનો ૧૧૪ કિલો કરતા પણ વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે.

જોકે આ જથ્થો મોકલનાર શખ્સો ફરાર છે જેને લઇ તપાસ થઈ રહી છે. મહત્વનું માનવામાં આવે છે કે અનેક વખત કારમાં આ રીતે ગાંજાનો જથ્થો હેરાફેરી કરવામાં આવ્યો હશે. હાલ તો ઓડીસાથી ગાંજાનો જથ્થો કોને મોકલવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અને ગાંજો ક્યાં જઇ રહ્યો હતો તે અંગેની પોલીસે તપાસ શરૂ કરી છે.

Previous articleપ્રજાસત્તાક પર્વ અંતર્ગત ૫૫૧ ફુટ લાંબા ત્રિરંગા સાથેની શૌર્ય યાત્રા
Next articleગુજરાતમાં સ્વાઇન ફ્‌લુથી વધુ ૩ના મોત, ૩૭ નવા કેસ નોંધાયા