હાલમાં જ લોકરક્ષક દળનું પેપર ફૂટ્યું હતું, જેને લઇને સમગ્ર રાજ્યમાં ભારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો, ત્યારે ફરી એકવાર પેપર ફૂટ્યાનો આરોપ લાગ્યો છે. આ વખતે જામનગરમાં ્છ્નું પેપર ફૂટ્યાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો.
પ્રાથમિક વિગત પ્રમાણે જામનગરમાં ્છ્ની પરીક્ષાઓ યોજાઇ હતી. આ દરમિયાન એક બ્લોકમાં પેપરનું સીલ તૂટેલૂ હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યો હતો. બાદમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો.
જામનગરમાં પેપર ફૂટ્યાનો આરોપ લાગતાં જ ઉચ્છ અધિકારીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. સાથે જ તેઓએ પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રાજ્યમાં લોકરક્ષકદળની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું જેના કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું, જો રાજ્ય સરકાર ફરી પરીક્ષા યોજી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે ફરી કોઇ પેપર ફૂટવાની ફરિયાદથી ચર્ચા જાગી