રાંધણ ગેસ, કેરોસીન, લાકડા સહિતના ઈંધણનો ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ તથા ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સૌથી વધુ વિકટ સ્થિતિ ચાની લારી ધારકોની થઈ છે. ગેસના બાટલા મોંઘા બનતા વર્ષો પૂર્વે કોલસાથી ચાલતી સગડી વડે ચા બનાવવામાં આવતી હતી. આ થિયરી ચાવાળાઓ પૂનઃ અમલમાં મુકી છે. જેથી મંદી મોંઘવારી અને ગળાકાપ સ્પર્ધામાં ટકી શકાય ખરેખર ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’