હાર્દિકે નાનપણની મિત્ર કિંજલ સાથે પાડ્યા પ્રભુતામાં પગલા

650

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આજે પોતાની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. બંનેના લગ્ન દિગસર ગામ ખાતે યોજાયા હતા.સાદાઈથી યોજાયેલા લગ્નમાં ગણતરીના આમંત્રિતો અને નિકટના પરિવારજનોને જ આમંત્રણ અપાયુ હતુ. કિંજલ અને હાર્દિક નાનપણથી એક બીજાને ઓળખે છે.

કિંજલ હાર્દિકના ઘરે તેમના બહેનને મળવા માટે વારંવાર જતી હતી. કોમર્સમાં ગ્રેજ્યુએટ કરનાર કિંજલ પરીખ ગાંધીનગરમાં એલએલબીનો અભ્યાસ કરી રહી છે.

Previous articleગાંધીનગર સહિત રાજયભરમાં ૭૦મા પ્રજાસત્તાકપર્વની ઉજવણી
Next articleસોમનાથની શોભા વધારતી ત્રિરંગી પાઘ