૩૫ દિવસના શટડાઉન પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંધિના જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેમણે અમેરિકાના સાંસદો સાથે સ્ટોપ-ગૈપ ફન્ડિંગમાં ત્રણ સપ્તાહ માટે સંધિ કરી છે, જે ૩૫માં દિવસે આંશિક અમેરિકન સરકારના બંદને સમાપ્ત કરશે. એક વરિષ્ઠ ડેમોક્રેટિક સહયોગી મુજબ આ કરારમાં ટ્રમ્પે દ્વારા સરહદે દિવાલ માટે પૈસાની માગનો સમાવેશ નથી કરાયો.
આ પહેલા ટ્રમ્પે અમેરિકા-મેક્સિકોની સરહદે વિશાળ દિવાલ ઉભી કરવા માટે ફન્ડિંગ રુપે ૫.૭ મિલિયન ડોલરની માગણી કરી હતી. ટ્રમ્પે કરારની જાહેરાત સાથે ચેતવણી પણ આપી હતી કે, ત્રણ સપ્તાહ દરમિયાન સાંસદ દિવાલ માટે ફન્ડિંગની મંજૂરી નહી આપે તો, તે શટડાઉન ફરી શરુ કરશે. ટ્રમ્પ આ મામલે રાષ્ટ્રીય ઇમરજન્સીની જાહેરાત પણ કરી શકે છે.
આ કરાર ડોનાલ્ડ ટ્રમ્પ અને કોંગ્રેસ પર દબાણ પછી શક્ય બન્યો હતો, જેના કારણે અમેરિકન સરકાર સંપૂર્ણ રીતે કાર્ય પ્રણાલી સંભાળી શકે અને ૮ લાખ કર્મચારીઓ ફરીથી નોકરી પર પરત ફરી શકે. ટ્રપ્મે જણાવ્યું કે, અમેરિકા પાસે વાસ્તવમાં બોર્ડર પર કોઇ શક્તિશાળી દિવાલ કે સ્ટીલ બેરિયર બનાવવા સિવાય બીજો કોઇ વિકપ્લ નથી. જો કોંગ્રેસ થકી યોગ્ય નિરાકરણ ન મળ્યું તો, અમેરિકા ૧૫ ફેબ્રુઆરીથી ફરીથી શટડાઉન થઇ જશે.