અયોધ્યા કેસ : ૨૯મીએ થનારી સુનાવણી પણ ટળી

1234

સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલા પર ૨૯મી જાન્યુઆરીના દિવસે થનારી સુનાવણીને ફરી ટાળી દેવામાં આવી છે. આની સાથે જ તારીખ પર તારીખ પડવાનો સિલસિલો જારી રહ્યો છે. બે દિવસ પહેલા જ સીજેઆઈ રંજન ગોગોઇએ અયોધ્યા મામલાની સુનાવણી માટે પાંચ બંધારણીય બેંચની રચના કરી હતી. સુપ્રીમ કોર્ટના એડિશનલ રજિસ્ટ્રાર લિસ્ટિંગ તરફથી આજે રવિવારના દિવસે જારી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, બંધારણીય બેંચમાં સામેલ કરાયેલા જસ્ટિસ એસએ બોબડે ૨૯મીએ ઉપસ્થિત રહેશે નહીં જેથી સુનાવણી કરાશે નહીં. સુનાવણીની નવી તારીખ પણ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, અયોધ્યા મામલાની સુનાવણી માટે ૨૫મી જાન્યુઆરીના દિવસે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આખરે નવી બેંચની રચના કરી હતી. આ બેંચમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અબ્દુલ નઝીર સામેલ કરવામાં આવ્યા હતા અને ૨૯મી જાન્યુઆરીના દિવસે પાંચ જજની બેંચ દ્વારા મામલાની સુનાવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે મંગળવારના દિવસે પણ સુનાવણી કરવામાં આવશે નહીં. તારીખ પર તારીખ પડવાનો સિલસિલો જારી રહ્યો છે. નવી રચવામાં આવેલી બેંચમા અન્ય ત્રણ જજમાં સીજેઆઈ, જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સામેલ હતા. આમાથી હવે જસ્ટિસ એએસ બોબડે પણ ૨૯મીએ સુનાવણી વેળા ઉપસ્થિત રહેશે જેથી મામલાની સુનાવણી થશે નહીં. જસ્ટિલ યુયુ લલિત મામલાની સુનાવણીથી ખસી ગયા બાદ નવી બેંચની રચના કરવામાં આવી હતી અને સુનાવણીની તારીખ ૨૯મી નક્કી કરી હતી પરંતુ હવે આ તારીખ પણ રદ કરી દેવામાં આવી છે. હવે નવી તારીખ પસંદ કરવામાં આવશે. અગાઉ સુપ્રીમ કોર્ટે પાંચ જજની બંધારણીય બેંચની રચના કરી હતી. સાથે સાથે સુનાવણી ૧૦મી જાન્યુઆરીના દિવસથી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે સુનાવણી ટળી ગઇ હતી. તે પહેલા વર્ષો જુના અયોધ્યા વિવાદ કેસના મામલામાં સુનાવણી સુપ્રીમ કોર્ટે ૨૯મી ઓક્ટોબરના દિવસે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ટાળી દીધી હતી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં રચવામાં આવેલી બેંચે અયોધ્યા વિવાદ મામલામાં સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેચમાં સંવેદનશીલ અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે ટુંકા ગાળામાં જ મામલાની સુનાવણીને ૧૦મી જાન્યુઆરી સુધી ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.અયોધ્યા મામલાને બંધારણીય બેંચની પાસે મોકલવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધા બાદ સુનાવણીને લઇને તમામની નજર આના ઉપર કેન્દ્રિત હતી.  મુસ્લિમ પાર્ટીઓ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, ૧૯૮૪માં ઇસ્માઇલ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જજમેન્ટમાં કહ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત ઇસ્લામનો કોઇ ભાગ નથી. આવી સ્થિતિમાં આ ચુકાદાને ફરી એકવાર ધ્યાનથી જોવાની જરૂર દેખાઈ રહી છે જેથી આ મામલાને પહેલા બંધારણીય બેંચને મોકલવાની રજૂઆત કરવામાં આવી હતી.

Previous articleઅમેરિકામાં ૩૫ દિવસના શટડાઉનનો અંત, ટ્રમ્પે ત્રણ સપ્તાહ માટે સંધિ કરી
Next articleતા.૨૮-૦૧-ર૦૧૯ થી ૦૩-૦૨-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય