બરવાળા તાલુકાના કુંડળ ગામ પાસે કાર ચાલકે ચાર જણાને અડફેટે લેતા ગંભીર લોહિયાળ ઈજાઓ પહોચી હતી જેઓને સારવાર અર્થે પ્રથમ બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગેની જાણ બરવાળા પોલિસ મથકમા થતાં હરેશભાઈ વીરગામા (હૅ.કો.) સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ધોરણસરની કાર્યવાહિ હાથ ધરી હતી. આ બનાવ બનતા લગ્નના રૂડા અવસરમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. આ બનાવ અંગે બરવાળા પોલિસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર બરવાળા-બોટાદ હાઈવે ઉપર આવેલ કુંડળ ગામ પાસે તા.૨૬/૦૧/૨૦૧૯ ના રોજ સવારના ૬ઃ૩૦ વાગ્યાના અરસામાં રોડ ઉપર સાઈડમાં ઉભેલ આઇશર ટ્રક નં.જી.જે.૪.એક્સ.૭૦૫૩ ની સાથે બોટાદ તરફથી આવી રહેલ એસેન્ટ કાર નં.જી.જે.૦૧.એફ.ટી.૩૮૦૯ ના ચાલક દ્વારા પુરઝડપે ચલાવી આઇશર ટ્રક પાસે ઉભા રહેલા ચાર લોકોને અડફેટે લઈ આઇશર સાથે ધડાકાભેર ભટકાડતા (૧) શારદાબેન ભરતભાઈ કોળી રહે.લાખણકા તા.ગઢડા (૨) રજુબેન કલ્યાણભાઈ કોળી રહે.ગોરડકા તા.ગઢડા (૩) ઘનશ્યામભાઈ બચુભાઈ સોલંકી રહે.ગોરડકા. તા.ગઢડા (૪) અશોકભાઈ ગોરધનભાઈ રહે.ગોરડકા. તા.ગઢડાને ગંભીર લોહિયાળ ઇજાઓ પહોચી હતી. જેઓને સારવાર અર્થે બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર મળી ગયા બાદ ચારેય ઇજાગ્રસ્તને ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બરવાળા પોલિસ મથકમાં સુરેશભાઈ બાબુભાઈ સોલંકી રહે.ગોરડકા.તા.ગઢડા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલિસે એસન્ટ કારના ફરાર આરોપી વિરૂધ્ઘ ગુનો નોંધી આગળની તપાસ હરેશભાઈ વીરગામા (હૅ.કો.) બરવાળા પો.સ્ટે.ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય વિગત અનુસાર ગોરડકા ગામનો કોળી પરિવાર ધોળકા મુકામે લગ્નની જાન આઇશરમા જોડી જઈ રહ્યો હતો જ્યાં રસ્તામાં બરવાળા તાલુકાના કુંડળ ગામ પાસે જાનૈયાઓ ફ્રેશ થવા તેમજ યુરીનલ કરવા રોડની સાઈડમાં આઇશર ઉભુ રાખ્યુ હતુ જે અરસામાં એસન્ટ કારના ચાલકે આઇશરની સાથે ભટકાડતા આઇશર પાસે ઉભેલા ૪ જાનૈયાને અડફેટે લેતા પગના ઢીચણથી નિચેના ભાગો કપાઇ જઈ લોહિયાળ ગંભીર ઇજાઓ પહોંચાડી કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.અકસ્માતને પગલે ખુશીનો માહોલમા અરેરાટી પ્રસરી જવા પામી હતી.