જાફરાબાદ ખાતે સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાના ૭૦મ પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધુમથી કરવામાં આવી હતી.
શાળામાં સવારે ૯-૦૦ કલાકે મામલતદાર એન.એમ.ચૌહાણના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓએ પ્રસંગને અનુરૂપ પોતાનું વકતવ્ય આપ્યું હતું. આ શાળામાં તાલુકાની અન્ય શાળાના બાળકો પોતાની કૃતિઓ લઈને આવ્યા હતાં. મામલતદાર પ્રાસંગિક પ્રવચન બાદ એક પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમની ઝમાવટ કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ પુર્ણ થયા બાદ મહેમાનો દ્વારા કૃતિમાં ભાગ લીધેલ બાળકોને શિલ્ડ અને સર્ટીફિકેટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત રાજયકક્ષાએ અને નેશનલ લેવલે સારૂ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વાઢેર દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.