ભાવનગર તાલુકાની ફરિયાદકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ચિખલકુબા-જસાધાર ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબીર યોજાઈ હતી. જેમાં ગીરની ગોદમાં રાવલ નદીના કિનારે ટેન્ટમાં કેમપ સાઈટ ખાતે વિદ્યાર્થીઓ રોકાયા હતાં અને પ્રકૃતિને માણી હતી. શિબિર દરમ્યાન જસાધાર રેન્જના અધિકારી જયંતિભાઈ પંડયા, એ.એફ.સી. પરમાર તથા ડી.એફ.ઓ. (રાજકોટ) મુની જેવા કાર્યદક્ષ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. પ્રશિક્ષક તરીકે ભાનુભાઈ અધ્વર્યુ, ગઢવીભાઈ તથા પ્રવિણભાઈ સરવૈયાએ પક્ષી, પ્રાણી તથા ગીરની પ્રાકૃતિક સંપદા વિશે જાણકારી આપી હતી. રાત્રે ફાયર કેમ્પ દરમ્યાન નાટક, દુહા, છંદ અને સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકોએ રજુ કર્યા હતાં. શિબીરમાં પ્રકૃતિ સુરક્ષા અંતર્ગત પ્રેરણા મેળવતા વિદ્યાર્થીઓએ પ્રકૃતિ પ્રત્યેની પોતાની કટિબધ્ધતા વ્યક્ત કરી હતી. કેમ્પ માર્ગદર્શક તરીકે શાળાના આચાર્ય પ્રવિણભાઈ સરવૈયા અને મ. શિક્ષક કુરજીભાઈ બારૈયાએ જહેમત ઉઠાવી હતી. શિબીર માટે ડીપીઈઓ ડો. મિતાબહેન દુધેરજીયાએ સમગ્ર ટીમ અને શાળાને અભિનંદન પાઠવેલ.