ભાવનગર ચિત્રોમાં પણ ચેતનાની જ્યોત પ્રગટાવતા ભાવનગરનું અનમોલ રત્ન કલા જગતના જ્યોતિધર જ્યોતિભાઈ ભટ્ટને પદ્મશ્રીથી સન્માનિત કરાયા રચનાત્મક અભિગમ ને જીવન મંત્ર બનાવી કલાને સમર્પિત વ્યક્તિનું ગૌરવ પૂર્ણ સન્માન શિશુવિહાર સંસ્થાના સ્થાપક માનભાઈ ભટ્ટના જ્યેષ્ઠ પુત્ર જ્યોતિભાઈ ભટ્ટની કલા સેવાને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે. શિશુવિહાર સંસ્થાના ટ્રસ્ટી ડૉ. એમ. એચ. મહેતા , સંસ્થા દ્વારા સન્માનિત જોરાવરસિંહ જાદવ, તેમજ સંસ્થા પરિવારના સ્નેહીજન નગીનદાસ ભાઈ સંઘવીનું પદ્મ સન્માન સંસ્થાની દીર્ઘકાલીન અસરને પ્રતિપાદિત કરે છે
યોગ્ય વ્યક્તિનું યોગ્ય સન્માન થાય ત્યારે સમજવું કે સમાજમાં હકારાત્મક અભિગમ ચાલે છે અને સમાજ જાગૃત છે સામાન્ય વ્યક્તિ બનવા કરતા વિશિષ્ટ વ્યક્તિ બનવા આયખું અર્પણ કરતા સમર્પિત ચિત્રોમાં પણ ચેતના સર્જી દેવા જ્યોતિધર જ્યોતિભાઈ ભટ્ટને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીદ્થી નવાજ્યા સમસ્ત ભાવનગર જિલ્લા માટે ગૌરવવીંત ગદગદિત કરતી સિદ્ધિ ની સર્વત્ર સરાહના કરાયુંં.