સૌરાષ્ટ્ર- ગુજરાતની દેહાણ જગ્યાઓ ધર્મની, સમાજની અનન્ય સેવા કરતી આવી છે. જયા ટુકડો, ત્યાં હિર ઢુકડોના સુત્રને ભેદભાવ વિના ચરિતાર્થ કર્યું છે. વિખરાતા સમાજને રોટલાથી જોડ્યો છે. અભાવગ્રસ્તોના હામી થઈને આંસુ લૂછયા છે. સામ્પ્રત સમયમાં પણ વિવિધ સેવાઓ દ્વારા ઝુંચડીઓમાં અજવાળા પાથર્યા છે. આવી જગ્યાઓની એવોર્ડ અર્પણ કરીને તેમની વંદના કરવાનો ઉપક્રમ પ્રતિ વર્ષની જેમ આધ પુર્ણિમાં દિવસે સેંજળધામ (તા. સાવરકુંડલા, જિ. અમરેલી) ખાતે પૂ. મોરારિબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં વિનમ્રભાવે રચાયો છે.
આગામી તા. ૧૯ ફેબ્રુઆરી મંગળવારના રોજ વર્ષ ર૦૧૯નો અને સળંગ નવમો એવોર્ડ સંતશ્રી દાન મહારાજની જગ્યા, મુ. ચલાલા, જિ. અમરેલીને અર્પણ થશે. આ જગ્યાના મહંત શ્રી પુ. વલકુબાપુ મંગળુબાપુ ભગત આ એવોર્ડ સ્વીકારશે. સયમ સવારે ૧૦ કલાકે પૂજય ધ્યાનબાપા એવોર્ડ-૯ અર્પણ વિધિમાં જગ્યા (ટ્રસ્ટ)ના પ્રતિનિધિને તિલક, સુત્રમાલા, શાલ, સ્મૃતિચિહ્ન (એવોર્ડ) અને એવોર્ડ રાશિ સવા લાખ રૂપિયા સાથે દેહાણ જગ્યાના મહંતો વિદ્વાનો અને ભક્તજનોની ઉપસ્થિતિમાં, સેંજળધામ ખાતે યોજાનાર સમારંભ દરમિયાન પૂ. મોરારીબાપુના વરદ હસ્તે અર્પણ થશે.
ઐતહાસિકતાના ક્રમમાં દર વર્ષે દેહાણ જગ્યાની વંદનાનો ઉપક્રમે સેંજળગામ ખાતે યોજાઈ છે. સને ર૦૧૧ની સાલથી પ્રારંભાયેલા ધ્યાન સ્વામિબાપા એવોર્ડથી અત્યાર સુધીમાં પીપાભગતની જગ્યા – પીપાવાવ, રૈદાસજીન જગ્યા- કુંડ, સરસઈ-વિસાવદર, દેવતણાખ્તદાદા, લિરલમાંથી જગ્યા – મજેવડી, રૂગનાથ સ્વામીની જગ્યા- વડવાળા દેવની જગ્યા- દુધેરજ, લોહલંગરી મહારાજની જગ્યા- ગોંડલ, મહાત્મા મુળદાસજીની જગ્યા સમાધી સ્થાન, અમરેલી, મેકણદાદ આખાડાની જગ્યા – ધ્રંગ, તા. ભુજ (કચ્છ) તેમજ ગત વર્ષે સંતશ્રી ભાણસાહેબની જગ્યા (ભાણતીર્થ) મુ. કમીજલા, તા. વિરંગરામ, જિ. અમદાવાદની વંદના કરવામાં આવી છે.
નિમ્બાર્કાચાર્ય હિર વ્યાસજી મહારાજના શિષ્ય પૂ. ધ્યાન સ્વામીએ વજ્રમાંથી વિચરણ કરીને વર્ષો પહેલા સેંજળ ગામને પોતાની સાધના ભુમિ બનાવેલ આજે ત્યાં એમની ચેતના સમાધી છે. તેઓ મોરારિબાપુની ભક્તિ પરંપરાના મુળ પુરૂષ છે. તેમના અધિકારી શિષ્ય પુ. જીવનદાસજીના વંશમાં મોરારિબાપુનો જન્મ થયો. એ મુળ પુરૂષના પૂણ્ય સ્સ્મરણ સાથે આ એવોર્ડનું નામ જોડવામાં આવ્યું છે.