આડોડીયાવાસમાંથી આજે ફરી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

919
bvn13122017-10.jpg

શહેરના કુખ્યાત એવા આડોડીયાવાસ વિસ્તારના રહેણાંકી મકાનમાં એસઓજી ટીમે આજે ફરી એકવાર રેડ કરી ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો હતો. જ્યારે બુટલેગર રાબેતા મુજબ ફરાર સફળ રહ્યો હતો.
એસઓજી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજીના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ આડોડીયાવાસમાંથી વિજય ઉર્ફે નવીન મોહનભાઈ રાઠોડના રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૧૮ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી એસઓજી પોલીસે આ અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ.
આ કામગીરીમાં એસઓજી શાખાના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા લગ્ધીરસિંહ ઝાલા તથા રાજદિપસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી જોડાયા હતા.

Previous articleભાવનગર એરપોર્ટ સુરક્ષા દળ દ્વારા ગરીબોને વસ્ત્રદાન
Next articleભાવનગર જિલ્લામાં કપાસ પકવતા ખેડૂતો પાયમાલીના પંથે