ગણેશ ક્રિડા મંડળ ભાવનગર મુકામે યોજાયેલ કબ્બડી સ્પર્ધા (ખેલ મહાકુંભ)માં ઠાડચ તથા નાના રાજસ્થળી ગામના યુવાનોએ ઉત્કૃષ્ટ રમત બતાવી ફાઈનલ રાઉન્ડમાં ગારીયાધાર તાલુકાને હરાવી જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે જ્યારે આ બંને ગામની અંડર-૧૪ વિદ્યાર્થી ભાઈઓની ટીમ પણ ખુબ દબદબા ભેર દેખાવ જોવા મળ્યો હતો. ઠાડચ પ્રા.શાળાનો અંડર-૧૪ વિદ્યાર્થી પરમાર મનોજ બહાદુરભાઈએ ગોળાફેકની સ્પર્ધામાં પ્રથમ સ્થાન જીલ્લામાં પ્રાપ્ત કરી ગૌરવ મેળવ્યું છે. જિલ્લા કક્ષાની તરણ સ્પ્રધામાં નાની રાજસ્થળી કે.વ.શાળાના વિદ્યાર્થી બેલીમ શાકીર રસુલભાઈ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજ્યકક્ષાએ ગયેલ છે. યુવાનો તથા વિદ્યાર્થીની સિદ્ધીથી બંને ગામોમાં હર્ષ તથા ગૌરવની લાગણી અનુભવી છે. નાની રાજસ્થળી કે.વ. આચાર્ય અશર બાવળિયા તથા પેટા શાળાના તમામ આચાર્યએ રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવેલ.