સોમનાથ-અંબુજા રેલવે લાઈનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ

575

ગીર-સોમનાથમાં સોમનાથ-અંબુજા રેલ્વે લાઇનનો ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના ગામોમાં બીજા દિવસે પણ આ રેલવે લાઇનનો વિરોધ જોવા મળ્યો હતો. ત્રણેય તાલુકામાં ખેડૂતોએ ગામડે ગામડે મીટિંગો યોજી હતી. અંબુજા, ય્ૐઝ્રન્, શાપરજી-પાલનજી જેવી કંપની માટે બનતી રેલ્વનો વિરોધ કર્યો હતો. ખાનગી કંપનીઓ માટે બનનાર રેલવે લાઈનમાં ૪૦ ગામની ફળદ્રુપ જમીન સંપાદિત થવા જઈ રહી છે. રેલ્વેને કારણે ૫૦ હજારથી વધારે લોકો અસરગ્રસ્ત બનશે. ગીરના લીલી નાઘેર ફળદ્રુપ વિસ્તારમાં આ રેલવે લાઈન નાખવામાં આવતી હોવાથી તેમા ૪૦૦ ખેડૂતોની સંપૂર્ણ જમીન જઇ રહી છે.

જ્યારે અંદાજે ૧૫૦૦થી વધારે ખેડૂતોની જમીન સંપાદિત થવાની છે તેવામાં જમીન સંપાદનને લઇને ૪૦ ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Previous articleઅલંગ શિપબ્રેકીંગ યાર્ડના ખાડામાં વિકરાળ આગ
Next articlePM મોદીને બદલે સુરતીઓએ બ્રિજનું કરી નાંખ્યું લોકાર્પણ