લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપની બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. કમલમ્ ખાતે ભાજપનાં હોદ્દેદારો ચૂંટણીને લઈને મંથન કરવાનું શરૂ કર્યું છે. જીતુ વાઘાણી અને ઓમ માથુરની અધ્યક્ષતામાં આ બેઠક શરૂ કરાઈ છે. જેમાં નિશ્ચિત થયેલાં કાર્યક્રમો બાબતે ચર્ચા કરીને રણનીતિ ઘડાશે. આગામી રણનીતિનાં સંદર્ભમાં માર્ગદર્શન આપવામાં આવશે.
મહત્વનું છે કે હવે આગામી લોકસભાની ચૂંટણીનાં પડઘમ શરૂ થઇ ગયાં છે તેમજ સમયગાળો પણ હવે નજીક આવવા જઇ રહ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસ એમ બંને પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બંને પક્ષો દ્વારા આગામી ચૂંટણીને લઇ રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને લઇ ભાજપમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.
ત્યારે આજે કમલમ્ ખાતે ભાજપનાં હોદ્દેદારોએ ચૂંટણીને લઇને મંથન શરૂ કર્યું છે. આ બેઠક જીતુ વાઘાણી અને ઓમ માથુરની અધ્યક્ષતામાં શરૂ કરાઇ છે. જેમાં લોકસભાની બેઠકવાર નિરીક્ષકોની વરણી થશે. હાઇ કમાન્ડની લીલીઝંડી બાદ નિર્ણય લેવાશે. લોકસભાની બેઠકો બાબતે પણ સમીક્ષા કરાઇ. કોંગ્રેસ પ્રભાવિત ૭થી ૮ બેઠકો પર ભાર મુકાશે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ સમીકરણો ધ્યાને રખાશે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પરિણામો આધારે રણનીતિ ઘડાશે. લોકસભાની ચૂંટણી પર થનારી અસરો બાબતે પણ સમીક્ષા થશે. આગામી ચૂંટણીમાં ૧૦થી ૧૨ સાંસદોની બાદબાકી થઈ શકે છે. ઉત્તર ગુજરાતનાં ૫ સાંસદોની બાદબાકી થઇ શકે છે. પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાનાં સાંસદની ટિકિટ કપાશે. સૌરાષ્ટ્રની ૪ બેઠકો પર સાંસદોની બાદબાકી થઇ શકે છે. સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને પોરબંદરનાં સાંસદની પણ ટિકિટ કપાશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડનાં સાંસદોની ટિકિટ કપાઇ શકે છે. મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલનાં સાંસદની ટિકિટ કપાઇ શકે છે. જ્ઞાતિગત સમીકરણો અને વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પર પણ ચર્ચા કરાઇ. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામની અસરો મુદ્દે પણ ચર્ચા કરાઇ.