પ્રજાના પૈસે હજારો રુપિયાના ટ્રી-ગાર્ડ ખરીદીને એક જ વાર વાપરી ફેંકી દેવા કરતાં ઝાડ મોટું થયા બાદ તેને કાપી ફરી પાછું વેલ્ડીંગ કરી આવા વૃક્ષના ઉછેર માટે કામ લાગે તેવા સારા વિચાર સાથે ગાંધીનગરના સેવક નાઝાભાઈ ધાંધરે અભિયાન આદર્યું છે.
જેમાં જે વૃક્ષો મોટા થઈ ગયા હોય તેનું ટ્રી-ગાર્ડ લઈને રીપેરીંગ બાદ ફરી નવા વૃક્ષ માટે તૈયાર કરવામાં આવે છે.
આમ સરકારના / મહાનગર પાલિકાના અને પ્રજાના રૂપિયાની બચત સાથે એક રીસાયકલીંગનો નવો બચતનો ઉપયોગ તેઓ કરી રહ્યા છે.