વલ્લભીપુરની ગંભીરસિંહજી હાઈ.માં પ્રજાસત્તાક પર્વની થયેલી ઉજવણી

660

૭૦માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ગંભીરસિંહ સ્કુલના કેમ્પસમાં યજમાન પદે કાર્યક્રમમાં સરકારી ઉચ્ચત્તર માધ્યમિક સાયન્સ શાળાના આચાર્ય ધવલભાઈ જોશીના હસ્તે ધ્વજવંદન અને સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર આયોજીત ઈનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત ગંભીરસિંહજી હાઈસ્કુલના આચાર્ય સંજયસિંહ ગોહિલ તેમજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર સંયોજક હરેશભાઈ ચાવડા તેમજ શાળાના ગોહિલ હિતેન્દ્રસિંહ અને વિજયભાઈ રાજપુરા તેમજ અતિથિ વિશેષ ગામના આગેવાન અશોકભાઈ ડાંગર, મગનભાઈ સાગઠીયા તેમજ જેવા કે એડવોકેટ ત્રિવેદી સોહમ, ઈંડોક્ટર શૈલેષ પરમાર, એન્જિનિયર પાર્થ ચાવડા તેમજ યુવા આગેવાન દિપકભાઈ સોલંકી, મંગળસિંહ બારડ દ્વારા ૧રમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધા અને મેરેથોન દોડ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત ઈનામ તેમજ સર્ટીફીકેટ આપવામાં આવેલ છે. ઉજવણીના ભાગરૂપે વલ્લભીપુર શહેરના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવાનો તેમજ શાળા પરિવાર દ્વારા ખૂબ જ સરાહનિય કામગીરી કરી સહકાર આપેલ.

Previous articleપાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર-૩ની પેટા ચૂંટણી યોજાઈ
Next articleમહુવા સ્થિત રોઝ એ મઅસુમીનમાં હુસૈની યુથ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી