તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ભારત સરકાર દ્વારા તા.૨૦/૧/૨૦૧૯ નાં સ્ટાર રેટિંગ પ્રોટોકોલ ફોર ગાર્બેજ ફ્રી સીટીઝ (સ્વચ્છતા અભિયાન) શરુ કરવામાં આવેલ છે.જેમાં બરવાળા નગરપાલિકાનો ’ટુ-સ્ટાર’રેટીંગમાં સમાવેશ કરવામાં આવ્યો.
જે અંતર્ગત ભારતના તમામ શહેરોને ૧ થી ૭ સ્ટાર રેટીંગ આપવમાં આવ્યા હતા.જેમાં ભારત સરકારની આ સ્ટાર રેટીંગની ગાઈડલાઇન્સ મુજબ બરવાળા નગરપાલિકાનો ગાર્બેજ ફ્રી સીટી તરીકે ટુ-સ્ટાર રેટીંગમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જે બાબતે બરવાળા નગરપાલિકાનાં ચીફ ઓફિસર ગૌરાંગકુમાર પટેલને પ્રાદેશિક કમિશ્નર અમદાવાદના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.આ તબક્કે નગરપાલિકા દ્વારા બરવાળાનાં શહેરીજનો તરફથી મળેલા સહકારને બિરદાવવામાં આવી હતી તેમજ સ્વચ્છતા ઝુંબેશને આગળ વધારવા નગરપાલિકા તરફથી શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.