ઇવીએમ જયાં રખાયા છે તે સ્ટ્રોંગરૂમ ફરતે સુરક્ષા વધી

610
GUJ13122017-9.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન થયા બાદ ઇવીએમ અને વીવીપેટ મશીનો સીલ કરીને શહેરની પોલીટેકનીક અને એલડી એન્જિનીયરીંગ કોલેજ ખાતેના સ્ટ્રોંગરૂમમાં રાખવાનામાં આવનાર છે, જેને લઇ ચૂંટણી પંચ અને રાજય પોલીસ તંત્ર દ્વારા આ સ્થળોએ લોખંડી અભેદ્ય સુરક્ષા કવચ ખડકી દેવાયું છે. સ્ટ્રોંગ રૂમના સ્થળો પર અને તેની ફરતે સલામતી જવાનો સતત સ્ટેન્ડ ટુ રહેશે. સ્ટ્રોંગરૂમમાં ઇવીએમ કે વીવીપેટ મશીન સાથે કોઇ ચેડા કે છેડછાડ ના થાય તે માટે તંત્ર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ સીસ્ટમ સાથે સીસીટીવી કેમેરા લગાવાયા છે અને તેની પર સતત ચાંપતી બાજનજર રખાશે. 
ઇવીએમ અને વીવીપેટ મશીનોની જાળવણી અને ખાસ સુરક્ષા માટે સૌપ્રથમવાર સ્ટ્રોંગરૂમમાં ૨૪ કલાક કાર્યરત રહે તેવા નાઇટવીઝન કેમેરા મૂકવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની તમામ વિધાનસભા બેઠકોના ઉમેદવારોનું ભાવિ તા.૧૪મી ડિસેમ્બરે ઇવીએમમાં સીલ થઇ જશે ત્યારબાદ શહેર અને જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને સ્ટાફ કર્મચારીઓ દ્વારા આ ઇવીએમ અને વીવીપેટ મશીનો ભારે સુરક્ષા અને સલામતી વચ્ચે સીલ કર્યા બાદ શહેરની પોલીટેકનીક અને એલડી એન્જિનીયરીંગ કોલેજ ખાતેના 
સ્ટ્રોંગરૂમમાં  સુરક્ષિત રખાશે. રાજય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચની પણ સતત બાજ નજર પણ ેઇવીએમ અને વીવીપેટની સુરક્ષા જાળવણી પર રહેશે.વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમયાન સલામતી અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રાજય પોલીસ ઉપરાંત, આર્મી, બીએસએફ અને આઇટીબીપી(ઇન્ડો તિબટીયન બોર્ડર પોલીસ ફોર્સ) જવાનોને પણ સલામતી વ્યવસ્થામાં ખાસ તૈનાત કરવાનું આયોજન હાથ ધરાયું છે. આઇટીબીપીએફની ૧૪ કંપનીઓ અમદાવાદ પહોંચી ચૂકી છે, પેરા મિલિટરી ફોર્સની ૭૦થી વધુ કંપનીઓ પણ ફરજમાં તૈનાત રહેશે. 
 

Previous articleઇવીએમ જયાં રખાયા છે તે સ્ટ્રોંગરૂમ ફરતે સુરક્ષા વધી
Next articleગુજરાતમાં આ વખતે કોંગ્રેસ પાર્ટી જ સરકાર બનાવશે : રાહુલ ગાંધી