બોટાદ જીલ્લાના રાણપુર ખાતે ૨૬મી જાન્યુઆરીના જીલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોટાદ જીલ્લા કલેક્ટર સુજીતકુમાર દ્વારા તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી. રાણપુરમાં મોડેલ સ્કુલ પાસેના મેદાનમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ જીલ્લા કલેક્ટર સુજીતકુમારએ રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. પોલીસ પરેડનુ નિરક્ષણ કરેલ. આ પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા સરકારની યોજનાઓ અને લોકકલ્યાણની પ્રવૃત્તીઓની ઝાંખી દર્શાવતા ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જ્યારે રાણપુરની સી.એસ.ગદાણી હાઈસ્કુલ, ગીતાંજલી સ્કુલ, જન્મભુમિ હાઈસ્કુલ, સર્વોદય સ્કુલ સહીત અલગ અલગ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિનો સંદેશ પાઠવતો સાંકૃતિક કાર્યક્રમ યોજાયો હતો સાથે વૃક્ષારોપણના કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારના વૃક્ષોનુ મહાનુભાવોના હસ્તે રોપણ કરવામાં આવ્યુ હતુ. રાણપુર તાલુકાના વિકાસ માટે ૨૫ લાખ રૂપિયાનો ચેક રાણપુર તાલુકા વિકાસ અધિકારી મિહીકાબેન પરમારને આપવામાં આવ્યો હતો પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, બોટાદ એસ.પી. હર્ષદ મહેતા, બરવાળા પ્રાંત અધિકારી, રાણપુર તાલુકા વિકાસ અધિકારી મિહીકાબેન પરમાર, રાણપુર મામલતદાર, રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી, પુર્વ.સરપંચ જીવાભાઈ રબારી,રાણપુય એ.પી.એમ.સી.ના ચેરમેન નરેન્દ્રભાઈ દવે,કનકબેન છાપરા,ડો.ધરાબેન ત્રીવેદી,દલીત સમાજના આગેવાન પ્રકાસભાઈ મકવાણા સહીત રાણપુર શહેરના તથા જીલ્લાવાસીઓ મોટી સંખ્યામાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.