રાજુલામાં આજરોજ સ્વ.ઓધવજીભાઈ રામજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી દ્વારા ર૪મો સર્વજ્ઞાતિય સમુહ લગ્ન યોજાયો હતો. જેમાં ૪પ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ તકે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. જે રાજુલા સીવીલમાં અપાયું હતું. આ તકે સમાજ દ્વારા વિવિધ કુરીવાજોને તિલાંજલી આપી સમુહ લગ્નમાં જોડાવા પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીએ અનુરોધ કર્યો હતો. આ લગ્નમાં પત્ની શાંતુબેને ૪પ દિકરીઓના પાનેતર લીધા હતા. જ્યારે પતિએ ૪પ દિકરીના કન્યાદાન કર્યા હતા. ર૦ વર્ષથી ચાલતી આ પરંપરામાં ૧૬૦૦ દિકરીઓને પરણવામાં આવી છે.
આ મહા લગ્નોત્સવમાં ખાસ ઉપસ્થિત રાષ્ટ્રીય નેતા દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હરીપુરા, વશરામભાઈ વરૂ, સાગરભાઈ સરવૈયા કાઠી ક્ષત્રિય સમાજ મહેન્દ્રભાઈ ધાખડા, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, ચેતનભાઈ શિયાળ, યુવા નેતા ભાવેશભાઈ સોલંકી, કમલેશભાઈ મકવાણા, સમરણભાઈ બારૈયા, કોળી સમાજ જાફરાબાદ અગ્રણી, પુનાભાઈ ભીલ જિલ્લા પંચાયત, શિવાભાઈ શિયાળ શિયાળબેટ અગ્રણી સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહેલ તેમજ પ૦૦૦ ઉપરાંત લગ્નોત્સવમાં પધારેલ મહેમાનોની રસોડા વિભાગની સેવા કરતા રણછોડભાઈ મકવાણા, બાબભાઈ, કાનાભાઈ, બાલાભાઈ, ચૌહાણભાઈ સહિત ઓફીસ સ્ટાફે જનરલ સેવા બજાવી હતી.