રાજુલા ખાતે યુવા ભાજપ સાગરભાઈ સરવૈયા દ્વારા શહેરના પ્રતિષ્ઠિત વેપારી સરવૈયાની પૂણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં ૧૦૪ બોટલનું બ્લડ દાતાઓને બગદાણા મનજીબાપા ડેપ્યુટી કલેકટર ડાભી રવુભાઈ ખુમાણની હાજરી સાથે સન્માનપદત્રો અપાયા રાજુલા શહેરના પ્રતિષ્ઠિત વેપારી અને સેવાભાવી એવા સ્વર્ગસ્થ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની ડોનેશન કેમ્પ સાગર સરવૈયા દ્વારા યોજવામાં આવેલ. આ સેવાકીય યજ્ઞમાં ૧૦૪ બોટલો બ્લડ એકત્રીત કરી અને આ પરીવારે સમાજ પ્રત્યેનું પોતાનું ઋુણ અદા કરી અને સ્વ. દિનેશભાઈને સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરી છે પરીવારને આવા સત્કાર્યો અને ધર્મકાર્યો કરી સમાજને નવો રાહ ચીંધ્યો હતો.
આ પ્રસંગે બગદાણા આશ્રમ ટ્રસ્ટી મનજીદાદા ડેપ્યુટી કલેકટર ડાભી જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, ડો.હિતેષભાઈ હડીયા જીલ્લા બક્ષીપંચ મહામંત્રી, ડો.મુછડીયા ડો. વિપુલભાઈ બાવળીયા, ચીરાગભાઈ જોષી, વિરભદ્રભાઈ ડાભીયા, વશરામભાઈ વરૂ સહિત આગેવાનોની હાજરીમાં સાગરભાઈ સરવૈયાને પ્રમાણપત્ર અપાય.