ભાવનગર શહેર કોંગ્રેસ માયનોરિટી ડીપાર્ટમેન્ટની એક મિટીંગનું આયોજન કરેલ. તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરિટી પ્રમુખ જનાબ ગુલાબખાન રાઉમાની હાજરીમાં, બધા વોર્ડ પ્રમુખોની નિમણુંક કરેલ અને તેમને લેટર રાઉમાના હાથે અર્પણ કરેલ. તેમની સાથે સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના પ્રમુખ ઈસ્માઈલભાઈ મહેતર, ભાવનગર માયનોરિટી ચેરમેન અનવરખાન પઠાણ, આરીફ ગોગદા, ઝુલ્ફીકાર વિરાણી, તોશિફ પઠાણ, સોહિલ ઘી વાળા, અફઝલખાન પઠાણ, સૈયદ કાદરી રસૂલ, ઈલિયદભાઈ, હનીફ, મોદન, ઝાબિર સરવૈયા વિગેરે બહોળી સંખ્યામાં કાર્યક્રમમાં હાજરી આપેલ.