દોઢ વર્ષ પૂર્વ ઉમરાળા તાલુકાના રંધોળા ગામે પરણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં સાસુ અને સસરા સામેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા , અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો , આધાર પુરાવા , વિગેરે ધ્યાનમાં લઇ તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સજા અને બંન્નેને રૂા . ૬ હજારનો રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો .
પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી છનાભાઇ બચુભાઇ વાઘેલા જાતે દૈ . પ . ( ઉ . વ . ૪૩ , ધંધો ખેત મજુરી , રહે દેવીપજવાસ . ઉમરાળા ) એ ઉમરાળા પોલીસ મથક માં જ તે સમય એવા મતલબની પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે , તેમની દિકરી રૂપાબેનના લગ્ન સમાજના રીતરીવાજ મુજબ ત્રણ વર્ષ પૂર્વ રંધોળા ગામે રહેતા તેમના સગાબહેન લાભુબેન કાળ ચ બાઈ ધોળકીયાના દિકરા કિશનભાઈ સાથે શાતિના રીતરીવાજ મુજબ થયેલા લગ્ન સમય દરમ્યાન રૂપાબેનને દોઢ વર્ષનું માસુમ બાળક છે. રૂપાબેનના લગ્નબાદ થોડા સમયે સાસુ લાભુબેન , તથા સસરા કાળુભાઇ રાયમલભાઈ ધોળકીયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર (દિયર ) અને કિશોરી ( દેરાણી ) સહિતનાઓએ એક સંપ કરી ઈરાદાપૂર્વક રૂપાબેનને મેણાટોણા મારી, શારિરીક અને માનસિક ત્રાસ તથા ક્રુરતાનો ભોગ બનાવી મરી જવા દુષ્પ્રેરણા (મરવા મજબુર)કરતા હોવાના કારણે કંટાળઈ જઈ ગુજરનાર રૂપાબેન રંઘોળા મુકામે ઉક્ત આરોપીઓના ઘરે ગત તા.૨૪-૯-૧૭નાં રોજ સાંજના સમયે પોતાની જાતે શરીર ઉપર કેરોસીન છાંટી સળગી જઈ આત્મહત્યા કરી મરણ ગયેલ. આ બનાવ અંગે ફરિયાદી છનાભાઈ બચુભાઈએ જે તે સમયે ઉમરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ઉક્ત આરોપીઓ વિરૂધ્ધમાં ઈપીકો કલમ ૪૯૮ (ક), ૩૦૬, ૧૧૪ મુજબનો ગુનો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપાલ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો, લેખીત પુરાવા ૨૬, મૌખીક પુરાવા ૮, વિગેરે ધ્યાને લઈ મુખ્ય આરોપી કાળુભાઈ રાયમલભાઈ ધોળકીયા (સસરા)તથા લાભુબેન કાળુભાઈ ધોળકીયા (સાસુ), આ ગુનાના કામે તકસીરવાન ઠરાવવામાં આવેલ બંન્ને આરોપીઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.