ભાવનગર શહેરમાં આવેલ અનંતવાડી વિસ્તારમાં પ્લોટ નં.૧૪માં રહેતા મહેન્દ્રસિંહ હઠિસિંહ ગોહિલ (ભયલુભાઈ પાલીતાણાવાળા)ના રહેણાકી મકાનમાં તસ્કરો નકુચા તોડી પ્રવેશ કરી ઘરમાં રહેલ કબાટમાંથી ૨૩ હજાર રોકડા તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૭૭ હજારની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. તે અંગેની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
શહેરમાં અંનતવાડી વિસ્તારમાં આવેલ ગાયત્રી સોસાયટી પ્લોટ નં.૧૪માં રહેતા મકાન માલીક મહેન્દ્રસિંહ હઠિસિંહ ગોહિલ (ભયલુભાઈ પાલીતાણાવાળા)તે પોતે લગ્ન પ્રસંગે બહાર ગયેલ હોય તે અરસામાં કોઈ તસ્કરો તેમના ઘરના નકુચા તોડીને પ્રવેશી ઘરમાં રહેલ કબાટમાંથી રોકડ રૂા.૨૩,૦૦૦ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૭૭,૦૦૦ હજારની ચોરી કરી કોઈ અજાણ્યા શખ્સો પલાયન થઈ ગયા હતા આ અંગેની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. નીલમબાગ પોલીસ દ્વારા તેની વધુ તપાસ અર્થે તેના જરૂરી કાગળો તૈયાર કરી તપાસ હાથ ધરી હતી. શહેરમાં રોજ બરોજ વધતા જતાં ચોરીના બનાવોને પગલે પોલીસ ્દવારા તે વિસ્તારોમાં નાઈટ પ્રેટ્રોલીંગ વધારવાની માંગ લોકો દ્વારા ઉઠવા પામી હતી.